અમારી વેબસાઈટ પર આપનું સ્વાગત છે!
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બાન્સક્સ્મીડોવ ખાતે ઓરિકા ઓસ્ટ્રેલિયન પ્રા. લિમિટેડ દ્વારા સંચાલિત પરલાઈટ અને વર્મિક્યુલાઈટની અસ્કયામતો અને કારોબારની ખરીદી કરવા ઓસ્ટ્રેલિયન પરલાઈટ પ્રા. લિની (ઓસપ્રેલ) સ્થાપના ૨૦૦૬માં થઈ હતી. આ કારોબાર ખાનગી માલિકીનો અને પરિવાર દ્વારા સંચાલિત છે.
અમારી કંપની પ્રવાહી, ક્રાયોજેનિક ઈન્સ્યુલેશન, હોર્ટિકલ્ચર અને ફાયર પ્રૂફિંગની ગાળણક્રિયા સહિતની વિવિધ એપ્લિકેશન્સ માટે દર વર્ષે ૧૦,૦૦૦ એમટીથી વધુ પરલાઈટ પર અને ૮૦૦ એમટી સુધીના વર્મિક્યુલાઈટ પર પ્રક્રિયા હાથ ધરે છે.
અમે વિવિધ એપ્લિકેશન્સ માટે પમિસ, સેલ્યુલોઝ અને વર્મિક્યુલાઈટ ઓરની આયાત અને વિતરણ કરીએ છીએ.
અમે તમારી જરૂરીયાતો માટે તમારી સાથે વાત કરવાની તકને આવકારીએ છીએ.
મોટા પ્રમાણમાં અમારા ઉત્પાદનોને કોરીયા, થાઈલેન્ડ, મલેશિયા, તાઈવાન, ભારત, દક્ષિણ આફ્રિકા, વિએટનામ, ચીન અને ઓસ્ટ્રેલિયામાં ગાળણક્રિયા, ઉષ્ણતા પ્રતિરોધ અને ઘર્ષણ પ્રતિરોધના ઉપયોગ માટે નિકાસ કરવામાં આવે છે.
અમે ક્રાયોજેનિક ઉદ્યોગમાં સેવા આપતા મોબાઈલ પરલાઈટ વિસ્તરણ કારોબારનું સંચાલન કરીએ છીએ. અમારા નાના એકમને વિશ્વમાં કોઈપણ સ્થળે ખસેડી શકાય છે અને અમારા પોતાના પરલાઈટ ઓર અથવા અન્ય દેશો દ્વારા સપ્લાય કરવામાં આવતા ઓર સાથે જહાજોમાં ભરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
અમે તમારી જરૂરીયાતો માટે તમારી સાથે વાત કરવાની તકને આવકારીએ છીએ.
અમારી કંપની ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી નિકાસ માટે નીચેના ઔદ્યોગિક ખનીજો આપી શકે છે:
પરલાઈટ: ઓર, એક્સપાન્ડેડ, ફિલ્ટર એઈડ અને મોબાઈલ એક્સપાન્શન સર્વિસિઝ
પમિસ: ઘસેલું અને દળેલું
વર્મિક્યુલાઈટ: ઓર અને એક્સફોલિએટેડ
વધુ માહિતી માટે કૃપા કરીને અમને info@ausperl.com.au પર ઈમેઈલ કરો.
અમે તમારી સાથે કોઈપણ ભાષામાં વાત કરી શકીએ છીએ.
તમારી પૂછપરછ માટે ખુબ ખુબ આભાર.

